હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધિ યાત્રાધામ તાજપુરા ખાતે આજે બુધવારે સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધીમાં વિરાટ નારાયણ વનમાં મહા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આ ઐતિહાસિક વૃક્ષારોપણના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પરમ પૂજ્ય મહા સિદ્ધ દાદા ગુરુ બાપુ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં એક વૃક્ષ શ્રી નારાયણ બાપુ કે નામ અને એક વૃક્ષ મા કે નામ અંતર્ગત 25,001 ઔષધીય અને આયુર્વેદિક રોપાઓ અને વૃક્ષોનું રેકોર્ડ બ્રેક વૃક્ષારોપણ કરાયું હતું.