કાલોલ શહેર ધી એમ.જી.એસ સ્કૂલ અને સરસ્વતી વિદ્યામંદિર ખાતે શહેરી આરોગ્ય કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કૃમિના કારણે બાળકોમાં આર્યનની ઉણપ (પાંડુરોગ) થાય છે, જે તેમના માનસિક અને શારીરિક વિકાસને અવરોધે છે જેવી બાબતોથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.આંગણવાડીના બાળકો, શાળાએ જતા બાળકો, શાળાએ ના જતા બાળકો,મળીને સાત હજાર જેટલા બાળકો ને કૃમિનાશક ગોળી ખવડાવવામાં આવી હતી.