ગતરોજ કંડલા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ અને પોલીસ સતર્ક થઈ ગયા હતા.એરપોર્ટના સત્તાવાર ઈમેઇલ પર આ ધમકીભર્યો સંદેશ મોકલાયો હતો, જેના પગલે એરપોર્ટ પર સઘન સુરક્ષા અને તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને સમગ્ર પરિસરની ઝીણવટભરી તપાસ કરી હતી. જોકે, લાંબી અને સઘન તપાસના અંતે સુરક્ષા એજન્સીઓને રાહત મળી હતી. પોલીસ તપાસમાં આ ધમકી માત્ર અફવા અને ખોટી હોવાનું સાબિત થયું હતું.