ગોધરાની પંચામૃત ડેરી ખાતે સહકાર વિભાગના કેબિનેટ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની હાજરીમાં "સહકારથી સમૃદ્ધિ" સમીક્ષા બેઠક યોજાઈ હતી. પંચમહાલ જિલ્લાના સહકારી ક્ષેત્રને મજબૂત બનાવી ખેડૂતો-દૂધ ઉત્પાદકોને સીધો લાભ મળે તે અંગે ચર્ચા થઈ. બાદમાં રામનગર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સેમિનારમાં સહકારી સંસ્થાઓના સુમેળ, ગ્રામ્ય અર્થતંત્ર અને નવા પ્રયોગો પર વિચારવિમર્શ થયો. મંત્રીએ સહકાર આંદોલન ખેડૂત અને ગ્રામ્ય વિકાસ માટે મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું.