સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર વિશાળ અને ઐતિહાસિક મંદિરમાં શ્રી મહાકાળી માતાજી બિરાજમાન છે જેમાં મહાકાળી માતાજીના કરોડો ભક્તો એકીના હજારો લાખો ભક્તો વાર તહેવાર તેમજ શનિવાર રવિવાર અને દિવાળી અને ઉનાળુ વેકેશનમાં પાવાગઢ ખાતે પધારે છે. જે પૈકી આજે ઉનાળુ વેકેશનના છેલ્લા રવિવારે 1 લાખ યાત્રિકો મહાકાળી માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા. જેમાં આજે માતાજીના ભક્તોએ માતાજીના દર્શન કરી માતાજીની પૂજા માતાજીના આર્શીવાદ મેળવી ધન્ય બન્યા હતા.