ગોધરા તાલુકાના નવા નદીસર ગામે જમીન વિવાદને લઈ એક ઝઘડાનો બનાવ સામે આવ્યો છે. ગામના રહેવાસી પુરુષોત્તમભાઈ મહેરાએ કાંકણપુર પોલીસમથકે ફરિયાદ નોંધાવી છે કે તેમના ઘરમાં વિજયભાઈ માછી લાકડી સાથે આવીને અપશબ્દો બોલ્યા હતા. પુરુષોત્તમભાઈએ વિરોધ કરતા વિજયભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમને તેમજ તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ સમગ્ર મામલે પુરુષોત્તમભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.