સુપ્રીમ કોર્ટની કોલેજીયમે એક બેઠક યોજી હતી, જેમાં વિવિધ હાઇકોર્ટના 14 જજોની બદલીની ભલામણ કરવામાં આવી હતી. આ ભલામણમાં ગુજરાત હાઇકોર્ટના બે જજ, જસ્ટિસ સંદીપ ભટ્ટ અને જસ્ટિસ સી.એમ. રોયનો પણ સમાવેશ થાય છે. જસ્ટિસ સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશ હાઇકોર્ટ અને જસ્ટિસ સી.એમ. રોયની આંધ્રપ્રદેશ હાઇકોર્ટમાં બદલીની ભલામણ કરવામાં આવી છે. આ બદલીના વિરોધમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને ચોક્કસ મુદતની હડતાળ કરી હતી પરંતુ હવે હડતાળ સમેટાઈ ગઈ છે