આજે સાંજે પાંચ વાગ્યાના અરસામાં રાજકોટના માર્કેટ યાર્ડ નજીક આવેલી એક લોટ દળવાની ઘંટીએ ભારે હોબાળો મચી ગયો હતો. એક મહિલાએ અચાનક ઉશ્કેરાઈને લોટ ભરેલા ડબ્બા અને ઘઉંની બાચકીના ઘા કરવાનું શરૂ કર્યું હતું. આ ઘટનાના પગલે ત્યાં હાજર લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને દુકાનદારે તાત્કાલિક પોલીસને જાણ કરવી પડી હતી