મહિધરપુરા દારૂખાના રોડ પર આઠ જેટલા ગણેશ પંડાલ માં તસ્કરો તરખાટ મચાવ્યો હતો.દાનપેટી ના રૂપિયા અને પૂજાના વાસણો પણ ચોરી ગયા હતા.આ સાથે શ્રીજી ની પ્રતિમા ખંડિત થતાં ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો.ઘટનાની જાણ થતા સુરત ક્રાઈમ બ્રાન્ચ,મહિધરપુરા પોલીસનો સ્ટાફ તાત્કાલિક દોડતો થયો અને તપાસ આરંભી હતી.તપાસના બે તસ્કરો કેદ થયા હતા.જ્યાં પોલીસની અલગ અલગ ટીમ કામે લાગી હતી.ખંડિત મૃતિના સ્થાને અન્ય શ્રીજી પ્રતિમાનું સ્થાપન કરી આરતી ઉતારવામાં આવી હતી.