કેશોદના ઉપરવાસમાં ભારે વરસાદ વરસવાને લઈ કેશોદનો ઘેડ વિસ્તાર જળબંબાકાર થયું હતું ત્યારે ઓજત નદીના કાંઠે આવેલા ખેતરોમાં પણ ઓજત નદીનો પાળો તૂટતા પાણી ઘુસ્યા હતા જેને લઇ ખેડૂતોએ તૈયાર કરેલો પાક નુકસાન જવાનો ભીતિ છે. જેને લઇ કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા આજે તમામ જે પૂરગ્રસ્ત વિસ્તારો છે તેની મુલાકાત લેવામાં આવી હતી અને આ નુકસાની નો તાત્કાલિક સર્વે કરવામાં આવે તેવી અધિકારીને સુચના અપાય હતી