હવામાન વિભાગની આગાહી મુજબ મહુવા તાલુકામાં વરસાદે રેલછેલ કરી નાખતા જનજીવન પર અસર જોવા મળી હતી.મહુવા તાલુકામાંથી પસાર થતી નદીઓ બન્ને કાંઠે વહીરહી હતી તો અંબિકા,ઓલણ માં પુરની સ્થિતિ જોવા મળી હતી સતત વરસી રહેલા વરસાદ કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યાં હતા તો બામણિયા ગ્રામ પંચાયત પણ પાણીમાં ગરક થઈ ગઈ હતી જેને લઈને ગ્રામજનો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.મહુવા તાલુકામાં સાંજે ચાર વાગ્યા સુધીમાં 40 એમ.એમ.જેટલો વરસાદ પડી જવા પામ્યો હતો.