નવસારી શહેરના હૃદય સમાન ઐતિહાસિક ટાટા તળાવની હાલત આજે બિસ્માર બની ગઈ છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલા આ તળાવ અને વોકવેની હાલની દયનીય સ્થિતિને લઈને નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલો વોકવે આજે ઉપેક્ષાનો ભોગ બન્યો છે. સફાઈના અભાવે લોકો અહીં આવતાં ટાળી રહ્યા છે.