સાયલા ના આયા ગામ પાસે નેશનલ હાઈવે ઉપર મગફળી અને ફ્રૂટ વેચવાની લારીઓ કતાર બંધ જોવા મળે છે. ત્યારે આયા બોર્ડ પાસે ઊભેલી મગફળીનું વેચાણ કરતા લારીધારક અને ગ્રાહકો પોતાના બાઈક સાઈડમાં મૂકીને ભાવતાલ કરી રહ્યા હતા.આ દરમિયાન પૂર ઝડપે આવતી કારના ચાલકે કાબૂ ગુમાવતા મગફળીની લારી સાથે અકસ્માત સર્જાયો હતો. લારી ચાલક સહિત 2 બાળક અને 4 યુવાન ઇજાગ્રસ્ત થયા હતા. ગંગાનગર ગામના મનસુખભાઈ બીજલભાઈ આકવીયા, અનકભાઈ પીન્ટુબેન વલ્લભભાઈ આકવિયા, મનસુખભાઈ આકવિયા ઇજાઓ પહોંચી