રાજ્ય સ્તરે કોઈપણ વ્યક્તિને કોઈ તકલીફ ના રહે અને પ્રજાના પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ થાય તે હેતુથી મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારી બી.જે.પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ૧૧ જેટલા અરજદારો દ્વારા જમીન માપણી, ગટરના પાણીના નિકાલ, બાંધકામ દબાણ, રસ્તાના કામ, જમીન રિસર્વે વગેરે જેવા વિવિધ પ્રશ્ને રજુઆત કરાઈ હતી. જેમાંના તમામ પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિરાકરણ કરાયું હતું