સુરત ક્રાઈમ બ્રાંચે ઉત્રાણ વિસ્તારમાંથી વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા એક રીઢા ચોરને ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે અડાજણ અક્ષરફાર્મ ગેટ પાસેથી ૨૧ વર્ષીય આરોપી સોહેલ યુનુસ બોબાતની ધરપકડ કરી છે, જે અબ્રામા કઠોરના આઇન્સા એપાર્ટમેન્ટમાં રહે છે.પોલીસે આરોપી પાસેથી 45 હજારની કિંમતની એક ગ્રે કલરની નંબર વગરની એક્ટિવા મોપેડ જપ્ત કરી છે.મોપેડની ડીકીમાંથી GJ-19-BN-4938 નંબરની બે નંબર પ્લેટ અને તેની આર.સી. બુક પણ મળી આવી છે.