મોરબી મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીજીની ૧૫૬મી જન્મજયંતિ નિમિતે ત્રિકોણબાગ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર, ચીફ ફાયર ઓફિસર તથા અન્ય સ્ટાફ દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી ચડાવવામાં આવી તથા પુષ્પ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.