વડોદરા : વારસીયા પોલીસે છેલ્લા 1 વર્ષથી વોન્ટેડ રહેલા નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટના આરોપીને ઝડપી લીધો હતો.આરોપી દીપક ચેલાણીનું કોર્ટ દ્વારા સજાની અમલવારીનું પકડ વોરંટ કાઢવામાં આવ્યું હતું અને આરોપીને સજા ભોગવવા તકસીરવાર ઠેરવવામાં આવ્યો હતો. પણ આરોપી સજાથી બચવા ભાગી છુટ્યો હતો અને 1 વર્ષથી ફરાર હતો. દરમિયાન પોલીસે બાતમીના આધારે ચોખંડી હનુમાનજી મંદિર પાસેના પીપળાના ઝાડ પાસેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથધરવામાં આવી હતી.