અમદાવાદના નિકોલ વિસ્તારમાં મુક્તિધામ એસ્ટેટ પાસે હત્યાની ઘટના બની હતી. પૈસાની લેતી દેતીમાં વિવેકસિંહ તોમર નામના યુવકની ત્રણ શખ્સોએ ભેગા મળીને હત્યા કરી હતી. આ મામલે નિકોલ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પોલીસે ગુનામાં સામેલ ત્રણમાંથી બે આરોપીઓની અટકાયત કરી છે.