આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાના મામલે ગાંધીનગર બાળ આયોગની ટીમે તપાસ કરી.સભ્ય અમૃતાબેન અખીયાએ હોસ્ટેલ પહોંચી સંચાલકોની પૂછપરછ કરી.તપાસમાં સામે આવ્યું કે હોસ્ટેલ નિયમ વિરુદ્ધ ચલાવવામાં આવતો હતો, સિનિયર-જુનિયર વિદ્યાર્થીઓને સાથે રાખવામાં આવતા હતા, સાંજનો નાસ્તો આપવામાં આવતો ન હતો અને રૂમોની અવરજવર સીસીટીવીમાં સ્પષ્ટ દેખાતી ન હતી.હોસ્ટેલ સંચાલકને બાળકોની સંસ્થા ચલાવવાનો અનુભવ ન હોવાની પણ માહિતી સામે આવી.