Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: ગોધરા કોર્ટનો ચુકાદો : પોશ ડોડાની હેરફેર મામલે 10 વર્ષની કેદ તથા એક લાખ રૂપિયાનો દંડ

Godhra, Panch Mahals | Aug 23, 2025
ગોધરાની પંચમી એડીશનલ ડિસ્ટ્રીકટ કોર્ટએ પોશ ડોડાની હેરફેર મામલે આરોપી દિલીપ ઉર્ફે દિલ્લુ જવતારામ ખીચડને દોષિત ઠરાવી 10 વર્ષની સખત કેદ તથા ₹1 લાખના દંડની સજા ફટકારી છે. 2022માં એસઓજી પોલીસની કાર્યવાહી દરમિયાન કોટડા પાસે ટ્રકમાંથી 270 બોરી ઘઉંમાં છુપાયેલા 54 થેલામાંથી 1148 કિલો પોશ ડોડો મળી આવ્યો હતો, જેની કિંમત ₹34.44 લાખ હતી. કુલ ₹46.64 લાખનો મુદ્દામાલ જપ્ત થયો હતો. કેસની સુનાવણી દરમિયાન પુરાવા અને સાક્ષીઓના આધાર પર ચુકાદો આવ્યો.
Read More News
T & CPrivacy PolicyContact Us