આજે તારીખ 25/08/2025 સોમવારના સાંજે 4 કલાકે રિવ્યૂ બેઠક દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં ચાલી રહેલા વિવિધ આરોગ્ય પ્રોગ્રામની સમીક્ષા કરવામાં આવી હતી.સાથે સાથે આરોગ્ય સેવાઓ વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.મિટિંગમાં આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહી પોતાની કામગીરી અંગે માહિતી આપી તેમજ ભવિષ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે ચર્ચા કરવામાં આવી.