વડોદરામાં મંદિરમાં પૂજા કરી રહેલા વૃદ્ધાનો અછોડો તૂટ્યો હોવાની ઘટના સામે આવી છે. અછોડાતોડે મંદિરમાં ઘૂસી વૃદ્ધાનો અછોડો તોડ્યો હતો અને બાદમાં ફરાર થઈ ગયો હતો. જોકે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ થતા પોલીસ આરોપી ને ઝડપી પાડવા કામે લાગી છે.સમતા સૌરભ પાર્કમાં કલ્પેશ્વર મહાદેવ મંદિરે આ ઘટના બની હતી. ત્યારે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં વૃદ્ધાએ ફરિયાદ નોંધાવી છે.