નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત મચ્છરજન્ય રોગો જેમ કે ડેંગ્યુ, મલેરિયા સહિતના રોગોથી બચાવ માટે વિવિધ વિસ્તારોમાં કીટનાશકોનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. નાગરિકોને પણ વિનંતી કરવામાં આવે છે કે પોતાના ઘરઆંગણે પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખે, કચરો ખુલ્લામાં ન ફેંકે અને આસપાસનું સ્વચ્છતા જાળવી રાખે. મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે જેથી શહેરને મચ્છરજન્ય રોગોથી મુક્ત બનાવી શકાય.