સુરત જિલ્લાના માંડવી તાલુકામાં સતત વરસાદને કારણે આમલી ડેમ 86 ટકા ભરાઈ ગયો છે. તાલુકાની જીવાદોરી સમાન આ ડેમની કુલ સપાટી 115.80 મીટર છે. હાલમાં તેની સપાટી 114.90 મીટર સુધી પહોંચી ગઈ છે.ડેમ વોરિ્નંગ લેવલે પહોંચતા માંડવી મામલતદારે સાવચેતીના પગલાં લીધા છે. તેમણે નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપી છે. માંડવી તાલુકામાં અત્યાર સુધી 980 મિમી વરસાદ નોંધાયો છે.