27 ઓગસ્ટના રોજ સાંજે 8 વાગ્યાની સ્થિતી મુજબ ધરોઈના મોટાભાગના દરવાજા બંધ કરાયા હતા પણ સાંજે ફરીથી 4 ગેટ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં 9930 ક્યૂસેક પાણીની આવક નોંધાય છે તો ડેમ 617.86 ફુટ પહોંચ્યો છે. 2 દરવાજા 2 ફુટ અને 2 દરવાજા 4 ફુટ ખોલી હાલ પાણી છોડાય રહ્યું છે. નીચાણવાળા ભાગોને હજું પણ એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે.