વડોદરા : મકરપુરા જીઆઇડીસી તરફ જવાના રોડ ઉપરથી એક ઇસસમને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.તેની ઝડપી લેતા તેની પાસેથી સોનાની એક બુટ્ટી તૂટેલી હાલતમાં મળી આવી હતી.જે બાબતે જરૂરી આધાર પુરાવા માંગતા તે રજૂ નહીં કરી શકતા વધુ પૂછપરછ કરતા ચાર દિવસ પહેલા તેણે મકરપુરા વિસ્તારમાં એક મહિલાએ કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી ખેંચીને ચીલ ઝડપ કરી નાસી છૂટ્યો હોવાની કબુલાત કરી હતી.જેને આધારે ક્રાઈમ બ્રાન્ચે તેની અટકાયત કરી મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે