ગોધરા શહેરમાં આવતીકાલે પાંચ દિવસીય શ્રી ગણેશોત્સવ પૂર્ણ થશે. રામસાગર તળાવ ખાતે નાનીમોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે, જેના માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. તળાવની આસપાસ સેંકડો લાઈટો લગાવાતા વિસ્તાર ઝગમગી ઉઠ્યો છે. વહેલી સવારે સોસાયટીમાંથી પ્રતિમાઓ સીધી તળાવ ખાતે લાવવામાં આવશે, જ્યારે બપોરે વિશ્વકર્મા ચોકથી ભવ્ય વિસર્જન શોભાયાત્રા નીકળશે. અનેક મંડળો ડીજે સાઉન્ડ સાથે જોડાશે,સુરક્ષા અને ટ્રાફિક માટે વિશેષ બંદોબસ્ત ગોઠવાયો છે.