મોરબી જિલ્લા ભાજપના યુવા કિસાન અગ્રણી અજયભાઈ અને મોરબી જિલ્લા કિસાન સંઘના પૂર્વ ઉપપ્રમુખ હેમરાજભાઈ જીવાણી દ્વારા આજે મોરબી જિલ્લા કલેક્ટર કે બી ઝવેરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્ર કેન્દ્ર અને રાજ્ય સરકારને પણ મોકલવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોને લગતા અનેક મુદ્દાઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.