મોરબી શહેરમાં મહાનગર પાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ રોડ રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટની સુવિધા વધે કે ન વધે પરંતુ મહાનગર પાલિકાની કડક વેરા ઉઘરાણી જોતા લોકો વેરો ભરપાઈ કરતા થઇ ગયા છે. નગરપાલિકા શાસનમાં અગાઉ 12 મહિનામાં પણ માંડ 12 કરોડની આવક થતી હતી તેવામાં ચાલુ નાણાકીય વર્ષમાં પાંચ મહિનામાં જ 21,646 લોકોએ વેરો ભરપાઈ કરી દેતા તંત્રને 12.43 કરોડથી વધુની આવક થઇ છે.