લખતર તાલુકામાં આજરોજ મામલતદાર ની ટીમ અને ફૂડ એન્ડ ડ્રગ ના અધિકારી દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.ચેકિંગમાં લખતરમાં આવેલ અલગ અલગ મીઠાઈ ફરસાણ દુકાનો તેમજ હોટલોમાં ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં અલગ અલગ હોટલ ફરસાણ તેમજ હોટલો માંથી 35 જેટલા નમુનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં હાઇવે ઉપર આવેલ ઉમિયા હોટલ રામઝુપડી હોટલ જેવી હોટલો માંથી પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.