ભિલોડા તાલુકાનો પ્રસિદ્ધ સુનસર ધોધ ફરી એક વખત જીવંત થયો છે.બે દિવસથી પડેલા ધોધમાર વરસાદને કારણે ધોધમાં જોરદાર તીવ્રતા જોવા મળી રહી છે. આસપાસ આહલાદક વાતાવરણ છવાતાં કુદરતી સૌંદર્ય માણવા માટે સહેલાણીઓ ઉમટી પડ્યા.ધોધની મોજ–મસ્તીનો અનોખો સંયોગ બનતાં દુરદુરથી આવેલ લોકો ધોધના ઠંડા પાણીમાં ન્હાઈ કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહ્યા છે.હરિયાળા ડુંગરોની વચ્ચે વહેતો સુનસર ધોધ ઉત્તર ગુજરાતનું "મીની કાશ્મીર" ગણાય છે.