સુરત sog દ્વારા ભાઠેના ખાતે આવેલી દારૂવાલા શિવશક્તિ મેડિકલ સ્ટોરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી છાપો મારવામાં આવ્યો હતો.જ્યાંથી મેડિકલ સ્ટોર ના સંચાલક યશ દારૂવાલા તબીબના પ્રિસ્ક્રિપશન વિના જ નશાકારક શિરપ નું વેચાણ કરતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.જ્યાંથી sog અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્થળ પરથી 452 જેટલી નશાકારક શિરપ ની બોટલો કબજે લઈ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.