વિસનગર એસ.ટી ડેપો દ્વારા ભાદરવી પૂનમના મેળામાં એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જેમાં એસ.ટી ડેપો દ્વારા 1 સપ્ટેમ્બર થી 7 સપ્ટેમ્બર દરમિયાન 193 બસો દોડાવવામાં આવી હતી. એસ.ટી ડેપો દ્વારા વિસનગર થી અંબાજી ની 776 ટ્રિપ કરવામાં આવી હતી. ભાદરવી પૂનમના મેળામાં વિસનગર ડેપોની બસોમાં 30505 મુસાફરોએ મુસાફરી કરી હતી. જેમાં એસ.ટી ડેપોએ 47,05,920 રૂપિયાની આવક મેળવી છે. આમ વિસનગર એસ.ટી ડેપોએ સમગ્ર મહેસાણા જિલ્લા સૌથી વધુ આવક મેળવી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે.