મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 23 ઓગસ્ટથી કપાસની ખરીદીની શ્રી ગણેશ થયા છે. મોરબી યાર્ડમાં આજે સિઝનનો પ્રથમ કપાસ વેચાણ માટે આવ્યો હતો. મુહૂર્તમાં જ ખેડૂતને સારા ભાવ મળતા ખેડૂતમાં ખુશી જોવા મળી હતી. વેપારીઓ અને ખેડૂતોએ આજે શ્રીફળ વધેરી કપાસને ફૂલડે વધાવીને કપાસની ખરીદીની શ્રીગણેશ કર્યા હતા અને એકબીજાને મોં મીઠા કરાવ્યા હતા.