યાત્રાધામ અંબાજીમાં આસો સુદ એકમ ના દિવસે આજરોજ અંબાજી મંદિરમાં ઘટસ્થાપના કરવામાં આવી હતી, મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા શાસ્ત્રોકત વિધિ વિધાનથી ઘટ સ્થાપના કરવામાં આવી હતી દર વર્ષે નવરાત્રિના પ્રારંભે અંબાજી મંદિરમા ઘટ સ્થાપન કરવામાં આવે છે. આજરોજ અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. નવરાત્રીના પ્રથમ નોરતા હોવાથી વહેલી સવારે મંગળા આરતીમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો અને અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.