ડભોલી સ્થિત મનીષ નગર સોસાયટીના રહીશોએ સ્થાનિક વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટ માં ભરાતા શાકભાજી માર્કેટનો વિરોધ નોંધાવ્યો છે. લોકોએ બુધવારના રોજ ભારે સૂત્રોચાર સાથે નારેબાજી કરી શાકભાજી માર્કેટ નો વિરોધ નોંધાવ્યો છે. લોકોએ આક્ષેપ કરતાં જણાવ્યું છે કે પ્લોટ માલિક દ્વારા શાકભાજી માર્કેટ માટે આ જગ્યા ફાળવવામાં આવી છે. પરંતુ અહીં લોકો અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે. કેટલાક લોકો નશો કરી લારી લઈ ઉભા રહે છે. જેના કારણે લોકોએ મુશ્કેલી વેઠવી પડી રહી છે.