3 સપ્ટેમ્બરના રોજ રાતે 8.30 કલાકે પવન સાથે વરસાદ શરૂં થતાં અંબાજી જતાં પદયાત્રીઓ અટવાયા હતા તો વાહનોની લાંબી લાઈન વૃંદાવન સર્કલ પર જોવા મળી હતી. વરસતા વરસાદમાં પણ યાત્રીઓ અંબાજી તરફ આગળ વધતા નજરે પડ્યા હતા. ટ્રાફિકને ખુલ્લો કરાવવા ખેરાલુ પોલીસના જવાનો વરસતા વરસાદમાં ડ્યૂટી કરતા જોવા મળ્યા હતા. ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે ભારે બફારા વચ્ચે વરસાદ થતાં મોટાભાગના સેવા કેમ્પ ઠપ્પ થઈ ગયા હતા અને યાત્રિકોએ કેમ્પમાં પણ વરસાદથી બચવા આશરો લીધો હતો.