સુરત ACBએ એક કોન્ટ્રાક્ટ પર કામ કરતા કમ્પ્યુટર ઓપરેટરને રૂપિયા 5 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે. આરોપીએ મકાનના નામ ટ્રાન્સફર કરવા માટે લાંચની માંગણી કરી હતી.મનપાની કતારગામ નોર્થ ઝોન ખાતે કોન્ટ્રાક્ટ પર કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતો રાહુલ પાલ નામનો આરોપી લાંચ લેતા ઝડપાયો છે.આકારણીમાં નામ ટ્રાન્સફર કરાવવા માટે વર્ષ 2022માં અરજી કરી હતી, પરંતુ બે વર્ષ વીતી ગયા છતાં આ કામ થયું ન હતું.