અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ભારે વરસાદ વરસતા વાશેરા કંપા સહિતના વિસ્તારો પ્રભાવિત બન્યા છે.સુનોખ ગામમાં બોરકુવા છલકાતા પરિસ્થિતિ સર્જાઈ છે.રિંગબોરમાંથી પાણી બહાર આવતો વિડીયો વાયરલ થયો હતો.વિસ્તારમાં અત્યાર સુધીમાં 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આસપાસના વાંધા કોતરા ભરાતા જમીનમાંથી પાણી બહાર આવ્યું છે, જેના કારણે નીચાણવાળા ખેડૂતોના પાક નિષ્ફળ થવાની ભીતિ ઉદ્ભવી છે.