બાજવાડા યુવક મંડળે ખત્રીવાડ સ્થિત રોકડનાથ મંદિર પાછળ બનાવેલા પંડાલમાં ભગવાન ગણેશને વિવિધ યોગ મુદ્રાઓમાં પ્રતિષ્ઠિત કર્યા છે. દિવાલો પર વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને યોગ ગુરુ બાબા રામદેવના યોગ કરતી તસ્વીરો, સાથે સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપતી પ્રેરક છબીઓ સુશોભિત કરી છે.મંડળના આયોજકો એ જણાવ્યું કે, “યોગ આપણા પ્રાચીન સંસ્કાર છે, જે શરીર-મનને તંદુરસ્ત રાખે છે. ખાસ કરીને યુવાનોને મોબાઇલથી દૂર રહી શારીરિક પ્રવૃત્તિઓ અપનાવવી જોઈએ.”