ધાંગધ્રા તાલુકાના સતાપર ગામના સ્મશાન પાસે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળી હતી સર્વેલન્સ સ્ટાફ બાતમી હકીકત વાળી જગ્યાએ જાહેરમાં હાર જીતનો જુગાર રમતા સાત આરોપી ને રોકડ રકમ 28,450, ચાર નંગ મોબાઈલ, સાત મોટરસાયકલ સહિત રૂપિયા 2,50,450 ના મુદ્દા માલ સાથે ઝડપી લીધા હતા ત્યારે ત્રણ આરોપી ફરાર થયા હતા તાલુકા પોલીસમાં 10 આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.