માણસા 41 ગામ કડવા પાટીદાર સમાજવાડી ખાતે ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અશોકભાઇ ચૌધરીનો સન્માન સમારોહ યોજાયો હતો. થોડા દિવસ અગાઉ અશોકભાઈ ચૌધરીની GCMMFના ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં અશોકભાઈ ચૌધરીનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં પશુપાલકોના હિતમાં વિવિધ મુદ્દાઓ પર વાત કરવામાં આવી હતી. વિવિધ દૂધ મંડળીઓ દ્વારા નવા ચેરમેનનું સન્માન કરાયું હતું.