રાધનપુરમાં ગૌમાતાના કરંટ મોત બાદ તંત્ર વિરુદ્ધ લોકોનો ભારે રોષ જોવા મળ્યો છે. આ ઘટનાને પગલે શહેરના સામાજિક કાર્યકરો દ્વારા રાધનપુર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.લોકોનો આક્ષેપ છે કે જી.ઈ.બી.ની બેદરકારીના કારણે ઠેરઠેર ખુલ્લા વાયર લટકતા જોવા મળે છે. જેના કારણે મોટી જાનહાની થઈ શકે છે.જે મામલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું હતું.