આજે તારીખ 09/09/2025 મંગળવારના રોજ બપોરે 3 કલાકે મળેલ માહિતી અનુસાર ઝાલોદ સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સ વાહન GJ-20-V-5485 દાહોદ ખાતે થી રિટર્ન ઝાલોદ આવી રહેલ હતી.ઝાલોદ તરફ આવતા નાનસલાઈ હાઇવે રોડ પર થી પસાર થઈ રહેલ હતી ત્યારે સરકારી હોસ્પિટલના વાહન આગળ ટ્રેક્ટર ચાલતું હતું તેણે અચાનક બ્રેક મારી હતી જેથી સરકારી હોસ્પિટલના વાહને પણ બ્રેક મારી હતી પરંતુ સરકારી હોસ્પિટલના વાહન પાછળ આવતી એસ.ટી બસ ચાલકે ટક્કર મારી.