This browser does not support the video element.
ગોધરા: શહેરની ડો. ઝાકિર હુસૈન શાળા માં સ્વશાસન દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
Godhra, Panch Mahals | Sep 9, 2025
ગોધરાની ડો. ઝાકિર હુસૈન શાળામાં શિક્ષક દિવસ નિમિત્તે સ્વશાસન દિવસની ઉજવણી ભવ્ય રીતે યોજાઈ,ધોરણ 6 થી 10ના 120 જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષકો, આચાર્ય અને ઉપઆચાર્યની ભૂમિકાઓ ભજવી શાળાનું સંચાલન કર્યું. ધોરણ 10 ‘અ’ની છોટા આફરીને આચાર્યા અને ધોરણ 10 ‘બ’ના મીઠા સુહેલે ઉપઆચાર્ય તરીકે નેતૃત્વ કર્યું. વિદ્યાર્થીઓએ શૈક્ષણિક તથા વહીવટી જવાબદારીઓ સંભાળી શિક્ષણ વ્યવસ્થાનો જીવંત અનુભવ મેળવ્યો. આચાર્ય મન્સૂરી મુસ્તાકે કાર્યક્રમની પ્રશંસા કરી હતી