પૂર્વ કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગુજરાત સરકાર દ્વારા ડાયલ 112 હેઠળ નવા વાહનો ફાળવવામાં આવ્યા છે. આજે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના હસ્તે પાંચ નવી બોલેરો ગાડીઓનું ફ્લેગ-ઓફ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ નાગરિકોને ઈમરજન્સી સેવાઓ માટે જુદા જુદા નંબરોને બદલે માત્ર એક જ નંબર (112) યાદ રાખવાની સુવિધા પૂરી પાડવાનો છે. આ નવી ગાડીઓ ઇમરજન્સી પરિસ્થિતિઓમાં તાત્કાલિક મદદ પૂરી પાડવામાં અત્યંત ઉપયોગી સાબિત થશે.