પૂર્વ કચ્છ ગાંધીધામની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) ટીમે બાતમીના આધારે વરસાણા ઇસ્પાત કંપની પાછળ વોચ ગોઠવી હતી.પોલીસે ડમ્પરને રોકીને તપાસ કરતાં તેમાંથી 8050 કિલોગ્રામ લાકડું મળી આવ્યું હતું.આ સાથે સલીમ રમઝાનની ધરપકડ થઈ હતી.પોલીસે લાકડાં, ડમ્પર અને મોબાઇલ ફોન સહિત કુલ 6,30,500/-નો મુદ્દામાલ કબજે કર્યો છે.ફરાર આરોપી સુલતાન હાસમ કુંભારની શોધખોળ ચાલુ છે. આ અંગે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.