માલપુર ચાર રસ્તા પર CCTV કેમેરા લગાવવાના મુદ્દે ગુજરાત વાલ્મિકી સમાજના પ્રમુખ લાલજી ભગત દ્વારા વિરોધ કરવામાં આવ્યો.બે દિવસ પહેલા માલપુર પોલીસ પર થયેલા ફાયરિંગની ઘટના સર્જાઈ હતી.ત્યારે લાલજી ભગતે આનો વિરોધ નોંધાવતા ચીમકી આપી હતી કે જો કેમેરા નહિ લગાવામાં આવે તો તેઓ અન્ન-પાણીનો ત્યાગ કરશે.મામલો ઉગ્ર બનતા માલપુર પોલીસએ લાલજી ભગતને અટકાયત કરી.વિરોધને કારણે ચાર રસ્તા પાસે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.