રાધનપુરમાંની એક સગીરાનું અપહરણ થયાનો કિસ્સો સામે આવ્યો છે. કોઈ અજાણ્યો શખ્સ આ સગીરાને તેના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને ભગાડી ગયો છે. આ મામલે સગીરાની માતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ આ ઘટના 22 સપ્ટેમ્બર, 2025ના રોજ બની હતી. ભોગ બનનાર સગીરાની ઉંમર 15 વર્ષ અને 10 મહિના છે.સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, કોઈ અજાણ્યો ઈસમ તેમની દીકરીને અપહરણ કરીને લઈ ગયો છે. પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.