છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા બુથ સમિતિ સંપર્ક અભિયાનનું ઉદ્ઘાટન કરાયું હતું. જેમાં સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રભારી રમેશ ઉકાની, સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.